શ્રી એમ. એલ.ગાંધી સંચાલીત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસા અરવલ્લી ના નામકરણ માટે રૂપિયા 21 લાખનું માતબર યોગદાન
0
એપ્રિલ 03, 2025

માઁ અંબિકા ચંડિકા કાલિકા ધામ કિલ્લા પારનેરા વલસાડ જિલ્લાના વતની હાલે શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી ના રસાયણ શાસ્ત્રના અનુસ્નાતક કાર્યવાહ અધ્યાપક ડૉ. મનોજ પી. ગોંગીવાલા એ ગુજકોસ્ટ પ્રેરિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર મોડાસા અરવલ્લી ના નામાભિધાન માટે પોતાની માતૃશ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા ના નામે રૂ. 21 લાખનું દાન નો ચેક મંડળ ના આદરણીય પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ તથા ઉપસ્થિત હોદ્દેદાર શ્રીઓ ની ઉપસ્થિતિમાં પોતાની કર્મભૂમિ નું ઋણ ચૂકવવા ના શુભ ભાવથી ગુરુવાર છઠ્ઠું ચૈત્રી નવરાત્રી ના દિને મંડળના પ્રમુખશ્રી ને અર્પણ કર્યો. આ સમર્પણમાં સાયન્સ કોલેજના પ્રભારી મંત્રી શ્રી સુભાષભાઈ એમ.શાહ એ જરૂરી માર્ગદર્શન આપ્યું.