*ડો આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કૉલેજ, ઊંઝાનો વાર્ષિકોત્સવ અને ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો*




ડો આશાબેન પટેલ સરકારી વિજ્ઞાન કૉલેજ, ઊંઝા ખાતે વિદ્યાર્થી પ્રતિનિધિ સભા (SRC) દ્વારા વાર્ષિકોત્સવનું ભવ્ય અને સુસજ્જ આયોજન ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવ્યું.  જમાં દરેક સેમેસ્ટરમાં પ્રથમ સ્થાને ઉત્તિર્ણ થનાર તેજસ્વી તારલા અને વિવિધ સહાભ્યાસ પ્રવૃત્તિમાં અગ્રેસર રહી ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોનું ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. 

પ્રિ ડો જગદીશ એચ પ્રજાપતિના માર્ગદર્શનમાં આયોજિત આ વાર્ષિકોત્સવમાં ઊંઝાના માનનીય ધારાસભ્યશ્રી કિરીટકુમાર પટેલ અધ્યક્ષ તરીકે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો કિશોરકુમાર પોરીયા મુખ્ય મહેમાન તરીકે અને ઊંઝા કેળવણી મંડળના પ્રમુખ પ્રહેલાદભાઈ પટેલે અતિથિવિશેષ તરીકે ઊપસ્થિત રહી વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. કૉલેજ પરિવાર દ્વારા મહેમાનોનું શાલ, પુષ્પગુચ્છ અને અખંડ ભારતમાતાની છબીથી સ્વાગત કર્યું હતું.કલપતિશ્રી ડો પોરીયા સર અને માનનીય ધારાસભ્યશ્રી કિરીટકુમાર પટેલે પ્રેરણાદાયી સંબોધનમાં કહ્યું કે આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે અત્યંત આવશ્યક છે. તેઓએ વિદ્યાર્થિઓની શૈક્ષણિક અને સાંસ્કૃતિક બંને ક્ષેત્રોમાં સમતોલ પ્રગતિ માટે શુભેચ્છા પાઠવી જણાવ્યું કે આજના સ્પર્ધાત્મક યુગમાં પડકારોનો સામનો કરી યશસ્વી બનવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે. આ પ્રસંગે મહેમાનોના હસ્તે  સ્પોર્ટ્સ, મહેંદી, પોસ્ટર, ચિત્ર, વક્તૃત્વ, ક્વિઝ, રંગોળી, નિબંધ સ્પર્ધા, દેશભક્તિગીત વગેરે સ્પર્ધાઓમાં અગ્રેસર રહી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા થયેલ કુલ ૬૮ વિદ્યાર્થી ભાઈ બહેનોને મહેમાનોના હસ્તે ટ્રોફી - પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાએફ.વાય.બી.એસ.સીમાં કુ. ખ્યાતિ પટેલ,  એસ.વાય.માં કુ. હિનલ પ્રજાપતિ અને ટી.વાય. બી.એસ.સીમાં કુ. ખુશી ચૌધરીએ સર્વાધિક ગુણ પ્રાપ્ત કરી પ્રથમ ઈનામી ટ્રોફી મેળવી હતી. શ્રેષ્ઠ રમતવીર તરીકે હર્ષસિંહ રાજપૂત અને શ્રેષ્ઠ સાંસ્કૃતિક પ્રતિભા તરીકે કુ. રિધ્ધિ પટેલે ટ્રોફી મેળવી હતી. પ્ર ડો ઉપેન્દ્રભાઈ પટેલ અને પ્રા મહેશભાઈ ચૌધરી ના માર્ગદર્શનમાં વિદ્યાર્થિની બહેનોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. 

એસ.આર.સી.ના સંયોજક પ્રા ડો કે એમ જોષી અને પ્રા ડો જે એમ ચૌધરીએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.  પ્રા. એકતાબેન પટેલ, પ્રા આકાશ જોષી, તેજલબેન ઠાકોર, મહેશ ચૌહાણ અને સેવકગણ સહિત સૌએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. પ્રા ડો ચિત્રાબેન શુક્લા એ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પ્રા ડો હસમુખ જોષીએ આભારવિધિ કરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P