*સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશનની જનરલ બેઠક ભિલોડા તાલુકા મથકે યોજાઈ*
0
માર્ચ 31, 2025

*સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશનની જનરલ બેઠક ભિલોડા તાલુકા મથકે ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ધ્વારા સંચાલિત શ્રી રામ કુમાર છાત્રાલય પરીસરમાં યોજાઈ હતી.સમારંભ અધ્યક્ષ રાજુભાઈ સી. ગાલા (માલિક, નવનીત એજ્યુકેશન લિમિટેડ), સાબરકાંઠા - અરવલ્લી જીલ્લા બુક એન્ડ સ્ટેશનરી એસોસિએશન પ્રમુખ નિકુંજકુમાર ચૌહાણ, મંત્રી નિલયકુમાર પંડયા, હોદ્દેદારો, કારોબારી સભ્યો સહિત સ્ટેશનરી એસોસિએશનના સભ્યોની ઉપસ્થિતિ દરમિયાન જનરલ બેઠક યોજાઈ હતી.**(૧) જનરલ બેઠક દરમિયાન ગતસભાનું પ્રોસીડીંગ વંચાણે લીધું હતું. (૨) નવનીત પ્રકાશન ના પ્રતિનિધિ સાથે વાર્તાલાપ ચર્ચા - વિચારણા કરાઈ હતી. (૩) પ્રમુખે જનરલ સભા દરમિયાન વિશેષ રજુઆતો કરી હતી.*જનરલ બેઠકના આયોજક વિજયભાઈ રાવલ, રવિભાઈ સગર, હનીકુમાર શાહ, સહિત સમસ્ત ભિલોડા, ચિઠોડા, વિજયનગરના વેપારીઓના સાથ સહકારથી સફળ રીતે જનરલ બેઠકનું આયોજન કર્યું હતું.અનેકવિધ પ્રશ્નો સંદર્ભે ચર્ચા - વિચારણા કરાઈ હતી.જનરલ બેઠક પરીપુર્ણ કર્યા બાદ આભાર - વિધિ સંપન્ન કર્યા બાદ, સામુહિક ભોજન સમારંભ યોજાયો હતો.*