મોડાસા ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. 282.78 કરોડના વિવિધ પ્રકલ્પોમાં ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા...

મોડાસા ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન બસપોર્ટ સહિત વિવિધ પ્રકલ્પોના ખાતમુહુર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો.... અરવલ્લી જિલ્લાના  મોડાસા ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગુજરાત સરકારના વિવિધ વિભાગોના રૂ. 282.78 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહુર્ત અને લોકાર્પણ સમારોહ યોજાયો.આજના કાર્યક્રમમાં લોકોને સંબોધતા માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું કે આજે ગુજરાતના છેવાડાના વિસ્તાર સુધી વિકાસ  પહોંચ્યો છે. ગામેગામ પાકા રસ્તાઓ, આરોગ્ય સેવાઓ ,શિક્ષણ, રોજગારના કામો પહોચ્યા છે. અરવલ્લીએ આજસુધી વિકાસમાં પાછું જોયું નથી અને એ વિકાસ યાત્રાને આગળ ધપાવવા આજે એક સાથે રૂ . 282.78 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવી રહ્યા છે. આપણા બસ સ્ટેન્ડને અત્યાધુનિક બસપોર્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમણે લોકભાગીદારી માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે વિકસિત ભારત ૨૦૪૭ માટે આપણે પહેલા વિકસિત ગુજરાત બનાવવાનું છે. દેશને વિકસિત બનાવવા પ્રધાનમંત્રીશ્રીએ દેશના નાગરિકોને નવ સંકલ્પ આપ્યા છે. જે મુજબ 'કેચ ધ રેન વોટર ' અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ માટે આહવાન કર્યું છે. ' એક પેડ માં કે નામ ' અંતર્ગત વૃક્ષારોપણ માટે પણ લોકોને જનભાગીદારી નોંધાવવા વિનંતી કરી છે. ' સ્વચ્છતા મિશન ' અંતર્ગત લોકોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કરવામાં આવ્યા છે. તો ' વોકલ ફોર લોકલ કે થકી આપણા લોકોને મદદરૂપ બનીએ, ' દેશ દર્શન ' થકી વિદેશ જતા પહેલા પોતાના દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત કરવી જોઈએ,' પ્રાકૃતિક ખેતી ' થકી રસાયણ મુક્ત ખેતી, ' મેદસ્વિતા મુક્ત ભારત થકી લોકોને આરોગ્યપ્રદ જીવનશૈલીનું આહવાન કરવામાં આવ્યું. યોગ અને રમતગમતને દૈનિક જીવનમાં તેનું મહત્વ વધારવા લોકોને આહવાન કર્યું છે. અને શક્ય તેટલી તમામ રીતે ગરીબોની મદદ કરી જેના જીવનને સુધારવામાં ભાગીદાર બનવા પણ વિનંતી કરી છે. તો આવો આપણે સૌ સાથે મળી આ 9 સંકલ્પનું પાલન કરી દેશને વિકસિત બનાવવામાં પોતાનું યોગદાન આપીએ..આ




લોકાપર્ણ અને ખાતમુહુર્ત કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પ્રભારી મંત્રી બચુભાઈ ખાબડ , અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકાબેન ડામોર, સાંસદશ્રી શોભનાબેન બારૈયા, ભિલોડા ધારાસભ્યશ્રી પી. સી. બરંડા , બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, મોડાસા તાલુકા પંચાયત પ્રમુખશ્રી સ્નેહલબેન પટેલ, મોડાસા નગરપાલિકા પ્રમુખશ્રી નીરજ શેઠ, અરવલ્લી જિલ્લા પ્રભારી સચિવશ્રી રૂપવંતસિંઘ (IAS), માન. વાઈસ ચેરમેન અને મેનેજીંગ ડીરેકટ એમ. નાગરાજન (IAS) , જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ , કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P