I.I.T. ગાંધીનગર ખાતે સ્પાર્ક મીંડા ફાઉન્ડેશન પુના દ્વારા પ્રોજેક્ટ 'સક્ષમ" નું આયોજન કરવામાં આવેલ છે
0
માર્ચ 06, 2025

I.I.T. ગાંધીનગર ખાતે સ્પાર્ક મીંડા ફાઉન્ડેશન પુના દ્વારા પ્રોજેક્ટ 'સક્ષમ" નું આયોજન કરવામાં આવેલ છે. જેનો ગઈકાલે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં માલપુર તાલુકાના શારીરિક દિવ્યાંગોને લઈ માલપુરના દિવ્યાંગ કાર્યકર શ્રી જિજ્ઞેશભાઇ ભટ્ટ પણ હાજર રહ્યા હતા તેઓનું N.G.O. પાર્ટનર તરીકે તથા સ્થાનિક સ્તરે સારા કાર્ય બદલ પાર્ક મીંડા ફાઉન્ડેશનના પ્રોજેક્ટ હેડ શ્રી પ્રવીણ કુમાર દ્વારા સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગોને કુત્રિમ પગ, હાથ,કેલિપર, વ્હીલ ચેર, સ્ટીક, વોકર અને બઘલ ઘોડી જેવા સહાયક ઉપકરણ આપવામાં આવે છે. આ શિબિર આગામી 9 તારીખ સુધી આયોજિત છે જેનો ગુજરાત સહિત દેશભરના દિવ્યાંગો લાભ લઈ શકશે.