મોડાસાના સ્નેહ મિલન અને શૈક્ષણિક અધિવેશનમાં કનુભાઈ આર ખાંટનું સન્માન ...


અરવલ્લી તાજેતરમાં ભૂતપુર્વ તાલીમમાંથી સંઘ એસોસિએશન એજ્યુકેશન કોલેજ મોડાસા સ્નેહ મિલન અને શૈક્ષણિક અધિવેશન ન્યુ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલ મોડાસા ખાતે યોજાઈ ગયું જેમાં સમારંભ અધ્યક્ષ હરેશભાઈ મુકેશભાઈ મુખ્ય પ્રેરક યશવંતભાઈ વ્યાસ મુખ્ય મહેમાન પદ્મશ્રી પ્રવીણભાઈ દરજી (કટાર લેખક વિવેચક કવિ)સુહદ ઉપસ્થિત ડો અજયભાઈ પટેલ (પ્રિન્સિપાલ શામળાજી આર્ટસ કોલેજ) પ્રજાપતિ ધિરેન્દ્રભાઈ તથા કોલેજ સ્ટાફ મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં વયનિવૃત અને વિશિષ્ટ સિદ્ધિ ધરાવતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કે એન શાહ હાઇસ્કુલ મોડાસાના પૂર્વ સુપરવાઇઝર કનુભાઈ આર ખાંટનું વય નિવૃત્ત તેમજ શૈક્ષણિક ક્ષેત્ર વિશિષ્ટ યોગદાન પ્રદાન કરવા બદલ ફૂલછડી શાલથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહના ઉદ્ઘઘોષક કનુભાઈ આર ખાંટ તથા જયેન્દ્રભાઈ પંડ્યાએ ઉત્તમ કામગીરી કરી હતી આભાર દર્શન ઉપાધ્યક્ષ ગિરીશભાઈ વ્યાસે કર્યું હતું સ્કૂલના આચાર્ય ડાહ્યાભાઇ પટેલ પ્રાર્થના તથા સ્વાગત ગીતના કલાકારોને રૂપિયા ૧૧૦૧/આપી બિરદાવ્યા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P