*હોળી - ધુળેટીની રંગેચંગે ઉજવણી... પ્રજાજનો અવનવા રંગોના રંગે રંગાયા...*સપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી, નારસોલી સહિત ભિલોડા તાલુકામાં શાસ્ત્રોક્ત વિધિથી હોળી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી...*અરવલ્લી
વલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથકમાં વર્ષોની પરંપરા મુજબ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર પરિસર પાસે હાથમતી નદી કિનારે હોલિકા દહનનો ધાર્મિક કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ - વિધાન પુર્વક ભકિતભાવ પુર્વક પુજન અર્ચન કરીને શ્રધ્ધાભેર હોલિકા દહન કર્યું હતું.*
*ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, સાબર ડેરી ડિરેક્ટર કાંતીલાલ પટેલ, રાજકીય, સામાજીક આગેવાનો મુકેશભાઈ પટેલ, અમિતભાઈ ત્રિવેદી, યોગેશભાઈ બુદ્ધ, કલ્પેશભાઈ ચૌહાણ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.*ભક્તિભાવ પુર્વક થયું હોલિકા દહન... ભિલોડા તાલુકામાં અનેકવિધ ગ્રામીણ વિસ્તારો સહિત અનેકવિધ સ્થળોએ ઠેર - ઠેર હજજારો શ્રદ્ધાળુઓએ હોળીની પ્રદક્ષિણા કરીને સારા સ્વાસ્થ્યની મનોકામના કરી... ઠોલ - નગારા વગાડી, કેસુડો, અબીલ, ગુલાલ, કંકુ, ચંદન સહિત અનેકવિધ રંગોથી એક - બીજાને રંગોથી રંગીને આનંદ ઉત્સાહભેર હોળી - ઘુળેટીના પવિત્ર પાવન પર્વની ઉજવણી યોજાઈ હતી.ખજુર, ધાણી સહિત હાયડાના પ્રસાદની વહેંચણી કરાઈ હતી.હોળીની જવાળાની દિશા જોઈને આગામી ચોમાસા દરમિયાન એકંદરે વરસાદ સારો થશે તેવો વરતારો જાણવા મળેલ છે.*