અરવલ્લી જિલ્લા મથક મોડાસામા ૧૦૦ થી વધુ જિલ્લા-તાલુકા શહેરની સહકારી સહિતની તમામ સંસ્થાઓ અને એસોશિએશનોના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ ભીખાજી ઠાકોરને સન્માનવાનો એક ભવ્ય બહુમાનનો કાર્યક્રમ ભારે ઉમંગ અને ઉત્સાહ ભેર મોડાસાના મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે બુધવારે યોજાયો હતો તાલુકા,શહેર અને જિલ્લામાંથી મોટીસંખ્યામાં સહકારી આગેવાનો .તબીબો વકીલો,વિવિધસંગઠનો,મંડળો, શિક્ષણ સંસ્થાઓ ના કાર્યકરો ,વિવિધ એસોસિએશનોના હોદ્દેદારો - કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ ભીખાજી ઠાકોરનું બહુમાન કરવામાં આવ્યું હતું અને જેમના નેતૃત્વમાં મોડાસામા જિલ્લા ભાજપનું ભવ્ય કાર્યાલય કમલમનું નિર્માણ થયું અને જેમણે . જિલ્લામાં સંગઠન મજબૂત કરવાની દિશામાં કામ કરી જિલ્લાને ગૌરવ અપાવ્યું એવા પૂર્વ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલની સેવાઓને પણ આ પ્રસંગે બિરદાવામાં આવી હતી.પ્રારંભે અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલે સૌ ઉપસ્થિત ૧૦૦ થી વધુ સંસ્થાઓ અને સંગઠનોના આગેવાનો અને કાર્યકરોનું ભાવભીનું સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. પ્રસંગે જિલ્લા બેંકના પૂર્વ એમડી અને મોડાસા તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પંકજભાઈ ટેલ,એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ ,સહકારી જીનના ચેરમેન વિમલભાઈ પટેલ,અરવલ્લી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને મહિસાગરના પ્રભારી કનુભાઈ પટેલ, મ.લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ (મામા),મહામંત્રી હસમુખભાઈ પટેલ,જગદીશભાઈ ભાવસાર
પાલિકા પ્રમુખ નીરજ શેઠ,શહેર પ્રમુખ વિપુલ કડિયા ,નગરપાલિકા પૂર્વ પ્રમુખ વનિતાબેન ,પૂર્વ મહામંત્રી ધીરજભાઈ પ્રજાપતિ સહિત તાલુકા,શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો,કાર્યકર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ શાલ તેમજ સાફો પહેરાવીને ફુલહારથી નવનિયુક્ત પ્રમુખ ભીખાજી ઠાકોરનું ભવ્ય સન્માન કર્યું હતું . સન્માનિત પ્રમુખ ભીખાજી ઠાકોરે સન્માનનો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે સોના સાથ સહકારથી અને સાથે મળી જિલ્લાના અને લોકોના કામો માટે પુરી ધગશથી કામ કરીશું .કાર્યકમના આયોજન અને સફળતા માટે શહેરના પૂર્વ પ્રમુખ રણધીરભાઈ ચુડગર અને તારક પટેલ અને સાથીઓએ ભારે જહેમત ઉઠાવી હતી અંતમાં જગદીશભાઈ ભાવસારે આભારવિધિ કરી હતી