મોડાસા ખાતે આવેલ જીઆઇડીસી માં કોઈપણ કંપનીમાં લઘુત્તમ વેતનના કાયદાનો અમલ કરવામાં આવતો નથી કે વધારાના કામના કલાકોનો ઓવર ટાઈમ પણ આપવામાં આવતું નથી કે બીજા કોઈ કાયદેસરના લાભ પણ આપવામાં આવતા નથી અને મજુર કાયદાઓનો સરેઆમ ભંગ કરી કામદારોનુ વર્ષોથી અસહ્ય શોષણ કરવામાં આવે છે જેથી સુપર સીલ કંપનીના કામદારોએ જાગૃતિ બતાવી યુનિયન બનાવી અને લઘુત્તમ વેતન ના કાયદાનો અમલ કરવા અને ઓવર ટાઈમના કાયદાનો અમલ કરવા માંગ કરી હતી. જેથી યુનિયન બનવાના કારણે લઘુત્તમ વેતન ના કાયદાનો અમલ થયો હતો અને વધારાના કામના કલાકો નો ઓવર ટાઈમ પણ માલિકને આપવો પડ્યો હતો અને 8 કલાક નોકરી થઈ ગયી હતી અને આ યુનિયન બનવાથી સુપર સીલ ના માલિકે યુનિયન તોડવા
ના પ્રયત્નો કર્યા હતા અને કામદારોને માનસિક ત્રાસ પહોંચાડવાનું શરૂ કર્યું હતું અને યુનિયન માંથી રાજીનામા આપી કામ પર આવવા જણાવ્યું હતું જેથી કામદારોએ રાજીનામુ આપવાનીના સુપર સીલના માલિકે કંપનીની તાળાબંધી જાહેર કરી હતી જેથી યુનિયનમાં જોડાયેલા તમામ કામદારોને નોકરીમાંથી છૂટા કરાતા કલેકટર શ્રી ને આવેદનપત્ર આપી તાળાબંધી દૂર કરવા, કામદારોને નોકરીમાં રાખી લેવા અને મજુર કાયદાઓ ની જોગવાઈઓ પ્રમાણે તમામ લાભ આપવા લાલ વાવટા યુનિયન મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ આ સમયે યુનિયનના મહામંત્રી શ્રી ડાયાભાઈ જાદવ, ઉપપ્રમુખ ચંદ્રપાલસિંહ ખાંટ(advocate)ની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.