*ભિલોડા તાલુકા પ્રાથમિક શાળા નંબર. ૨ માં વિશ્વ મહિલા દિનની ઉજવણી યોજાઈ*


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના હાર્દસમા રહેણાંક વિસ્તારમાં કાર્યરત ભિલોડા તાલુકા પ્રાથમિક શાળા નંબર. ૨ માં વિશ્વ મહિલા દિન નિમિત્તે ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી.આચાર્ય રાકેશકુમાર ડી. પટેલ, ઉપાચાર્ય ઓગસ્ટીનાબેન પાંડવ, સમગ્ર સ્ટાફ પરિવાર, વિદ્યાર્થીઓ જોડાયા હતા.વિદ્યાર્થીઓને મહિલાઓનું જીવન, સમાજ માટે નું મહત્વનું યોગદાન સંદર્ભે માહિતગાર કર્યા હતા.આચાર્યએ મહિલા દિનનું અનેરૂ મહત્વ સમજાવ્યું હતું.સમગ્ર શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામો આપી, ચોકલેટ આપી પોત્સાહિત કર્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P