*ભિલોડા :- સ્માર્ટ સ્કુલ - ચુનાખાણ પ્રાથમિક શાળા પરિસરમાં હેલ્ધી ફુડ ફેસ્ટિવલકાર્યક્રમયોજાયો*..

 એ



ન્વાયરમેન્ટલ એજયુકેશન પ્રોગ્રામ અંતર્ગત ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના માર્ગદર્શનથી અરવલ્લી જીલ્લાની ભિલોડા તાલુકાના ચુનાખાણ ગામની ચુનાખાણ  પ્રાથમિક શાળામાં હેલ્ધી ફુડ ફેસ્ટીવલ કાર્યક્રમ યોજાયો હતો.મિશન લાઈફ, સ્વસ્થ ખોરાકની પદ્ધતિઓ, પરંપરાગત પૌષ્ટિક આહાર, સ્વસ્થ જીવનશૈલી વગેરે વિષયો પર તજજ્ઞો રાકેશભાઈ પટેલ, શરદભાઈ બારોટ, ધર્મિષ્ઠાબેન બજાત, સંકેતભાઈ પટેલ અને જયંતીભાઈ બળેવીયા એ મોડેલ નિદર્શન દ્વારા વિગતે સમજ આપી હતી. શળાના બાળકો પ્રક્રિયામાંથી પસાર થાય તે માટે આ વિષય પર મોડેલ, ચાર્ટ, નમુનાનું પ્રદર્શન ગોઠવ્યું હતું.વિદ્યાર્થીઓ - શિક્ષકોના જુથો દ્વારા પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી.એસ.એમ.સી. સભ્યો, વાલીઓ હાજર રહ્યા સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો, ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.પર્યાવરણની જાળવણી, જતન માટે સમુહમાં પ્રતિજ્ઞા લીધી હતી.કાર્યક્રમની આભાર વિધિ - ઉપેન્દ્રભાઈ મોડીયા એ કરી, સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા વિદ્યાર્થીઓ, શિક્ષકો એ જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P