માલપુર બી. આર.સી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી..



અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માલપુર તાલુકા દ્વારા માતૃશક્તિ વંદના કાર્યક્રમના માધ્યમથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.. જે પ્રસંગે માલપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.. જે પ્રસંગે મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.. આ પ્રસંગે માલપુર તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા એ જણાવ્યું હતું કે જીવનના દરેક તબક્કે પોતાની ભૂમિકા યોગ્ય રીતે સાકર કરનારી, માઁ બહેન, પત્ની અને દીકરી... એવા કોઈ પણ સ્વરુપે જગતનાં પ્રત્યેક માનવમાં સ્નેહ, સંસ્કાર,પ્રેમ, લાગણી, હૂંફ અને ચરિત્ર નિર્માણનું યુગો યુગોથી સિંચન કરતી આવી છે..આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ સંકલ્પ કરીએ કે, "પ્રત્યેક નારીનું સન્માન કરીએ અને ગૌરવ વધારીએ સાથે જ માતૃ સ્વરુપા માં ભારતીનાં સંરક્ષણ-સંવર્ધન માટે ન્યોછાવર થવાની તૈયારી સાથે ભારતમાતાનું ગૌરવ વધારીએ. વિશ્વની પ્રત્યેક નારીને હૃદયની ઊર્મિઓથી કોટી કોટી વંદન...કોટી કોટી પ્રણામ..

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P