મોડાસામા
ધુળેટીના દિવસે નગરપાલિકા ગાર્ડનમાં યોગ ગ્રુપનો હોળીનો રંગારંગ કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસના વાતાવરણમાં ઉજવાઈ ગયો જેમાં નાની નાની નાટીકાઓ ,નૃત્ય ,હોળી ગીતો, લંડનનો ડાયસ્પોરા, કંઠય સંગીત ,શાસ્ત્રીય નૃત્ય, યુગલ નૃત્ય અને સમૂહમાં ફાગ હોલી ગરબાઓ સાથે પર્યાવરણ પ્રદૂષિત ન થાય તે રીતે તિલક હોલી ઉજવવામાં આવી. યોગના ડો. હરિલાલ, ડો. ગોવિંદલાલ, મંજુલાબેન ભુપેન્દ્રભાઈ ,પીનલ, ચેતન, મીનાબેન શાહ કૈલાસબેન પ્રવીણભાઈ, કપુરભાઈ ભાવનાબેન શિલ્પાબેન દિપ્તીબેન ચંદ્રિકાબેન મણીભાઈ ,ગીતુ સુનિતાબેન પૂજાબેન ,ડો. દિપ્તીબેન મુખ્ય કલાકારો હતા , કાર્યક્રમની જવાબદારી વિનોદભાઈ અને મંગેશભાઈએ સંભાળી હતી .
વસંતભાઈ અને ચંપકભાઈ જેવા વડીલોના આશીર્વાદ હતા. ક્રિષ્ના અને હરી અને કિશનભાઇ તથા સત્ય પ્રકાશ જેવા યુવાનોએ પણ રંગ દર્શાવ્યો હતો. અલ્પાહાર અને અમૃત પાન સાથે સમાપન કર્યું હતું. શ્રી ભરતભાઈ કોઠારી અને અલકાબેનની વિશેષ ઉપસ્થિતિ હતી. સેન્ટ્રલ બેન્કના પૂર્વ મેનેજર મહેશભાઈ પણ ઉપસ્થિત હતા. સાત્વિક ધુળેટીની ઉજવણી કઈ રીતે કરવી તેનું આ નિર્દેશન હતું.