મોડાસા છાશવાલે આઉટલેટ પરથી બે દિવસ અગાઉ મીનેશ
ભાઈ નામની વ્યક્તિએ 500 ગ્રામ મઠાનુ પેકિંગ રોકડા રૂપિયા 210/ આપી ખરીદ્યું હતું એને એક ઘેર લઈ જઈ ખોલતા મઠા ઉપર મચ્છર જણાઈ આવતા જે અંગે ગ્રાહકે ખોરાક ઔષધ નિયમન તંત્ર અરવલ્લીને જાણ કરતા આજ રોજ અરવલ્લી ડેઝિકનેટેડ ઓફિસર બીએમ ગણાવાના માર્ગદર્શન હેઠળ ફૂડ સેફટી ઓફિસર બીએમ બરંડા અને કે કે ચૌધરી એ સંયુક્ત રેડ કરી હતી અને કેસર પિસ્તાર મઠો અને પનીરના સેમ્પલ લીધા હતા વધુ તપાસઅર્થે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે નમૂનાના પરિણામ બાદ કાર્યવાહી કરવામાં આવશે આજકાલ મોડાસા નગરમાં જ્યુસ સેન્ટરો શેરડીના કોલા તથા બરફના ગોલાની લારીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળી છે જેમાં અખાદ્ય કલર એસંસ અને અખાદ્ય ચીજ વસ્તુઓ વાપરી આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાની વ્યાપક બૂમ ઉઠેલ છે તંત્ર અંગે કાર્યવાહી કરશે કે નહીં?

