અરવલ્લી જિલ્લામાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે *નારી શક્તિને વંદન* કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી



 ગુજરાત રાજ્ય યોગ  બોર્ડ ગાંધીનગર અને મહિલા બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અરવલ્લી જિલ્લામાં 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન  નિમિત્તે *નારી શક્તિને વંદન* કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.યોગ થકી મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને પ્રોત્સાહન આપવા તેમજ આત્મવિશ્વાસ વધારવા અને સશક્ત  બનાવવા આત્મ નિર્ભર બનાવવા મહિલાઓના જીવનશૈલીમાં યોગનું મહત્વ સમજાવવા અને સમાજમાં મહિલાઓ ને પ્રેરણાદાય બનાવવા *નારી શક્તિને વંદન* કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રે જોડાયેલ 10 મહિલાઓનું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.અને મહિલા બાળ વિકાસ વિભાગ તરફથી બેટી બચાવો બેટી પઢાઓ વિષયે માર્ગદર્શન આપવામાં આવ્યું.ઉપરોક્ત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી પ્રશસ્તિ પારીક, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી હસીનાબેન મન્સૂરી,દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી રમેશભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી ભાગ્યલક્ષ્મી નર્સિંગ કોલેજ ડો. અશ્વિનભાઈ પટેલ, મંત્રી શ્રી ડો. હસમુખભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડો.રોબિન થોમસ,અરવલ્લી જિલ્લા યોગ કોઓર્ડીનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા, રાજેશભાઈ પટેલ, હિતેન્દ્રભાઈ પંચાલ, લેઉઆ શકુંતલાબેન,  પ્રિયંકાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી વનીતાબેન પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી  ડો. ડિમ્પલબેન મોડાસા સહિયર પ્રમુખ અમિતાબેન સોલંકી,લોક વિજ્ઞાન કેન્દ્ર નિયામક શ્રી ચંદનબેન પટેલ, વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P