વી.એસ .શાહ પ્રા.શાળા નો 70 મો વાર્ષિક મહોત્સવ ઉજવાય



અરવલ્લી જિલ્લામાં છેલ્લા સાત દાયકા થી શૈક્ષણિક સેવા કરતી સરસ્વતી બાલ મંદિર મંડળ સંચાલિત શ્રી વી.એસ શાહ શાળાનો 70 મો વાર્ષિક ઉત્સવ સરસ્વતી બાલ મંદિર મંડળના હોલમાં જાણીતા ઓર્થોપેડિક ડો ચેતન શાહ ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો શાળાના બાળકો દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે શાળા ના તેજસ્વી વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટીઓ  દ્વારા શાળા મંડળ ને દાન પણ આપવામાં આવ્યું ડો ચેતન શાહ એ જૂની યાદો તાજી કરી પોતે આ સ્કૂલના વિદ્યાર્થી હતા ત્યારે સ્કૂલના વાતાવરણની વાત યાદ કરી હતી. સમારંભમા મંડળના પ્રમુખ નિલેશ જોષી ઉપપ્રમુખ નાનાલાલ પ્રજાપતિ રમેશ પરીખ મુકુંદશાહ રમણ પ્રજાપતિ અને સભ્યો હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્કૂલના આચાર્ય વિશાલ પંડ્યા મંત્રી શ્રીકાંત ગાંધી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P