રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી




ધ મ.લા.ગાંધી ઉ.કે.મંડળ સંચાલિત શ્રી જે. બી. શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે આજ રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની આનંદભેર  ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી નો હેતુ નાનપણથી જ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે, વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસ લે, વિજ્ઞાન વિશે જાને,અંધશ્રદ્ધા દૂર થાય, જીવનમાં વિજ્ઞાનનું મહત્વ સમજે એ સંદર્ભમાં હતો. વિદ્યાર્થીઓએ લગભગ 40 થી વધારે પર્યાવરણ, પ્રદૂષણ, વોટર પ્યુરીફીકેશન, ઊર્જાના સ્ત્રોતો વગેરેને લગતા પ્રોજેક્ટ,મોડલ તેમજ ચાર્ટ રજૂ કર્યા હતા. મુખ્ય મહેમાન તરીકે શ્રી પરેશભાઈ બી.

મહેતા ,( પ્રભારી મંત્રીશ્રી )અન્ય મહેમાનો એમ. એસ. જાગીડ,( પ્રોફેસર સર પી.ટી.સાયન્સ કોલેજ મોડાસા )શ્રીમતી ચંદનબેન પટેલ ( કોઓર્ડીનેટર લોક વિજ્ઞાન કેન્દ્ર અરવલ્લી)વગેરે હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. .તેઓએ નાના બાળકોને અત્યારથી જ વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે તે માટે અનેક ઉદાહરણો , તેમજ નાની વાર્તાઓ કહીને નાના ભૂલકાઓને આકર્ષિત કર્યા  હતા. આચાર્ય દીપકભાઈ મોદીએ  મહેમાનોનું સ્વાગત કરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ કેમ ઉજવવામાં આવે છે અને તેનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું . ધોરણ ચાર અને પાંચ ના વિદ્યાર્થીઓ માન્યા શાહ અને વક્ર પટેલે  રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે પોતાનું  વક્તવ્ય રજૂ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન જિજ્ઞાબેન જોશી એ કર્યું હતું, કાર્યક્રમની શરૂઆત જિંકલબેન ઉપાધ્યાયે પ્રાર્થનાથી કરી હતી. વિજ્ઞાનના પ્રોજેક્ટનું સુંદર આયોજન  ભાવિનભાઈ દવે  અને  સુજાનબેન સાબલિયા એ આચાર્યના માર્ગદર્શન હેઠળ કર્યું હતુંનિર્ણાયક  તરીકે   સાયન્સ કોલેજના પ્રાધ્યાપક  શ્રીમતી વંદનાબેન હાજર રહ્યા હતા. લોક વિજ્ઞાન કેન્દ્ર તેમજ શાળા તરફથી   વિદ્યાર્થીઓને  પ્રોત્સાહિત કરવા માટે ઇનામ આપવામાં આવ્યું હતું. પ્રદર્શન નિહાળવા માટે મોટાભાગના વાલીઓ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે  હાજર રહ્યા હતા. અંતમાં આભાર વિધિ ભૂમિકાબેન સોનીએ કરી હતી. મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વિ. શાહ , ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ મંત્રીશ્રી  ડો. રાકેશભાઈ સી મહેતા, વગેરે એ કાર્યક્રમના આયોજન બદલ આચાર્ય, શિક્ષકો તેમજ ભાગ લેનાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P