મોટી ઈસરોલ ગામે આવેલ ઈચ્છા પૂર્ણ રામદેવજી મંદિરે બીજના દિવસે ભવ્ય માનવ મેદની ઉમટી..
0
માર્ચ 01, 2025
માર્ચ 01, 2025
કલિયુગના દેવ એટલે બાબા રામદેવ બારબીજના ધણી પણ કહેવાય છે ત્યારે બીજના દિવસે ભક્તો દ્વારા તેમની વિશેષ ઉપાસના અને ભક્તિ કરવામાં આવતી હોય છે મોડાસા તાલુકાના મોટી ઈસરોલ ગામે આવેલ બાબા રામદેવજીના મંદિર એટલે કે ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિર જ્યાં સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે વહેલી સવાર થીજ ઉમટી પડે છે શ્રદ્ધાળુઓ જય બાબારી ના જયધોષ સાથે દર્શન કરી ધન્યતા અનુભવતા જોવા મળતા હતા


