મોડાસા જેસીસ મિલ્ક કમિટી જનરલ સભા યોજાઈ ચેરમેન અને તેમની ટીમની રચના કરાઈ..
0
ફેબ્રુઆરી 28, 2025

અરવલ્લી જિલ્લા મોડાસા શહેરમાં છેલ્લા ૫૦ વર્ષથી અવિરત સામાજિક કાર્ય સાથે જોડાયેલી સંસ્થા જેસીસ મિલ્ક કમિટી જેની જનરલ સભા જેસીસ હોલ ખાતે યોજાઇ હતી જેમાં ગત વર્ષના હિસાબો સાથે તેમના કામની ચર્ચા થઈ હતી આગામી વર્ષ માટે ચેરમેન અને તેની ટીમની સર્વ સંમતિથી રચના કરવામાં આવી હતી જેમાં સામાજિક કાર્યકર ખડાયતા સમાજના અગ્રણી નવનીત પરીખને ચેરમેન તરીકે સર્વ સંમતિએ જાહેર કરાયા હતા તેમનું સન્માન સામાજિક કાર્યકર જીવદયા પ્રેમી નિલેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. ચેરમેને તેમની ટીમ માં ઉપપ્રમુખ વિનોદ પટેલ મંત્રી મુકુંદ શાહ સહમંત્રી કિરીટ શાહ ટ્રસ્ટી નિલેશ જોષી રાકેશ મહેતા હસમુખ શેઠની જાહેરાત કરવામાં આવી હતી ચેરમેન નવનીત પરીખ જેસીસ દ્વારા 50 વર્ષની ઉજવણીમાં જુદી જુદી સંસ્થાઓને દાન સાથે કર્મચારી પૂર્વ જેસીસના પ્રમુખો કારોબારી સભ્યો બહુમાન કરવા સાથે સેવાકીય કાર્ય કરવાનું જણાવ્યું હતું આ સંસ્થા શહેરના 60 જણાને રોજગારી પૂરી પાડે છે