દિલ્હી વિધાનસભામાં ભગવો લહેરાતા ભિલોડામાં જશ્ન મનાવાયો
0
ફેબ્રુઆરી 08, 2025

અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકા ભાજપ સંગઠનના અનેકવિધ હોદ્દેદારો ધ્વારા ફટાકડાની ભવ્યાતિભવ્ય આતશબાજી કરાઈ, મિઠાઈની વહેંચણી કરાઈ, જીતનો જશ્ન મનાવ્યો હતો.આ પ્રસંગે ભિલોડા-મેધરજના લોકપ્રિય ધારાસભ્ય પી.સી.બરંડા, ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, સાબર ડેરી ડિરેક્ટર કાંતીલાલ પટેલ, ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભાજપ અગ્રણીઓ કિર્તીભાઈ બારોટ, ગિરીશભાઈ પટેલ, શૈલેષભાઈ કોટવાળ, દિપભાઈ મેણાત, કલ્પેશભાઈ ચૌહાણ, ચેતનસિંહ કચ્છાવા, રસીકભાઈ લખવારા, સંજયભાઈ પંચાલ, હરેશભાઈ ભાટીયા, પ્રતિકભાઈ ભાવસાર, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, વેપારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.