મહાસાગતે દિવ્યાંગ વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ મેચ યોજાઇ



 ઉત્તર ગુજરાત ક્રિકેટ એસોસિએશન ફોર ડેફ અને મુખ-બધીર માનવસેવા ટ્રસ્ટ અરવલ્લીના સંયુક્ત ઉપક્રમે આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રથમ વખત દિવ્યાંગ વિદ્યાર્થીઓ એટલે કે શ્રવણની ક્ષતિ ધરાવતા યુવાનો દ્વારા લોક સહયોગ પ્રાપ્ત કરીને જેમકે  ભોજનના દાતા રહેવા ની વ્યવસ્થા અને અન્ય જરૂરિયાતો માટે લોક સહયોગ પ્રાપ્ત કરીને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું લગભગ ઉત્તર ગુજરાતની  20 જેટલી શ્રવણ મંદ વિદ્યાર્થીઓની ક્રિકેટ ટીમ આજે મોડાસા શાસ્ત્રી મેદાન માં ભાગ લીધો. દિવ્યાંગોએ પોતાની ક્રિકેટના કૌવતથી પોતાની રમત ની  ક્ષમતાને મેદાનમાં ઉતારી સાંભળી ના શકવાને કારણે આ દિવ્યાંગો સામાન્ય રીતે સમાજમાં ઓળખી શકાતા નથી જેના કારણે શ્રવણની ક્ષતિ ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ ને મંચ આપવાના પ્રયાસના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના મુક બધીર  સેવા ટ્રસ્ટના પ્રમુખ હરેશભાઈ પ્રણામી અને  દિવ્યાંગ વિદ્યાર્થીઓના ક્રિકેટ ટુર્નામેન્ટના સંયોજક સમગ્ર શિક્ષા આઇડી કોર્ડીનેટર અમિત કવિ દ્વારા સુંદર આયોજન થયુ લગભગ 200 જેટલા અલગ અલગ જિલ્લાના મુખ બધી યુવાન ક્રિકેટરો   ઉપસ્થિત રહ્યા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P