વાલ્મિકી સમાજ અરવલ્લી તૃતીય સમુહ લગ્ન મોડાસા ખાતે સંપન્ન



મોડાસા મુકામે દાદા દાદીની વાડીએ વાલ્મીકિ ચેરીટેબલ ટ્રસ્ટ, અરવલ્લી દ્વારા આયોજિત તૃતિય સમુહલગ્ન જાજરમાન ભવ્ય મહોત્સવ સંત મહાત્માઓ, ભામાશાઓ, નેતાઓ,  આગેવાનો, નવ દંપતીઓ તથા તેમના માતાપિતા અને 5000 થી વધુ સમાજ બંધુઓની પ્રેરક ઉપસ્થિતિમાં 16 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યાં તેમના સુખી અને ખુશ ખુશાલ દામ્પત્ય જીવન માટે સર્વે આશીર્વાદ આપ્યા સહ અદભુત અવિસ્મરણીય આયોજન માં હિંમતનગર પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા દેવરાજ ધામ મોહન મહેશ ગીરી વૈયા આશ્રમ દીપુ બાપુ જીવદયાપ્રેમી સામાજિક કાર્યકર નિલેશ જોશી હિતેન્દ્ર જોશી સાથે સંતો મહંતો સામાજિક કાર્યકરો હાજર રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા વાલ્મીકિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ અરવલ્લી ટીમ સાથ સહકાર આપનાર મહાનુભાવોને ફૂલહાર, પુષ્પ ગુચ્છ,  સાલ ઓઢાડી તથા ગુલાબનો જમ્બો હાર થી અભિવાદન કરવામાં આવ્યું હતું. રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે

        તમામ  નવું વધુ દિકરીઓને તાંબાના બેડા બુઝરા આપી પિતાની ભૂમિકા અદા કરી હતી. એમના દિવ્ય પ્રવચનમાં સમૂહલગ્નનું સમાજમાં મહત્વ સમજાવ્યું હતું તથા સમૂહલગ્ન આયોજન સમિતિને ભરપેટ વખાણ કર્યા હતા. સમારંભના મુખ્ય મહેમાન તમામ ભોજન સામગ્રીના દાતાશ્રી જલારામબાપાની અસીમ કૃપા થી ગુપ્ત દાન આપનાર દાતાશ્રીના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે તેઓએ 5 વર્ષ સળગ ભોજન સામગ્રી આપવાની જાહેરાત કરતાં તાળીઓના ગડગડાટ સાથે આનંદભેર આવેલ જન મેદનીએ વધાવી ધન્યતા અનુભવી હતી. સમારંભના મુખ્ય મહેમાન માનનીય મહંતશ્રી દિપકભાઈ રામદેવપુત્ર એ જણાવ્યું હતું કે આગામી સમૂહ લગ્ન ઉત્સવ વૈયા આશ્રમ કરવાનું સમગ્ર જવાબદારી લેવાનું જાણ્યું હતું માનનીય શ્રીમાન નરસિંહ ભાઈ કે. દેસાઈ (અમેરિકા) તરફથી 51000/-₹ દાન આપ્યું હતું. ભોજનના દાતાશ્રી ચીમનભાઈ કે. સોલંકી (પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તાલુકા પંચાયત મેઘરજ) 1,11,111/-₹ દાન આપ્યું હતું. માનનીય શ્રીમાન પ્રેમસિંહ ડી. સિસોદિયા બાપુ નાની બેબાર (માતેશ્વરી ફાઇનાન્સ હિંમતનગર) 51000/- દાન આપ્યું હતું. માનનીય જયેશભાઈ આઇ. રબારી સાહેબ (અધ્યક્ષ શ્રી તાલુકા પંચાયત, મોડાસા) તરફ થી 31000/- ₹ દાન આપ્યું હતું. પૂર્વ ચીફ પેટર્ન સ્વ. ગોરધનભાઈ એમ. રાઠોડ મોડાસા પરિવાર તરફ થી 31,111/- આપ્યું હતું. ઉપસ્થિત રહી 16 નવદંપતી યુગલોને પોતપોતાના પ્રવચનમાં બહુમાન કરી સમૂહલગ્ન આયોજકોનો પ્રશંસા કરી ઉત્સાહ વધાર્યો હતો. આખા સમૂહલગ્નમાં સરનાઈના સુર અને ઢોલના ધબકારે મોજ કરાવનાર વાદક અને ગાયક કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી આવેલ ગુરુજનો, રાજકીય, સમાજ શ્રેષ્ઠી આગેવાનોને મોજ કરાવી હતી. તમામ દીકરીઓને દાતાશ્રીઓ અને ટ્રસ્ટ વતી સોના ચાંદીના દાગીના, રેફ્રીજરેટર, તિજોરી કબાટ, ઘરઘંટી, ગેસ સિલિન્ડર, સગડી, દિવાન પલંગ, ગાદલું, સોફા સેટ, મિક્ષર મશીન,સિલીંગ ફેન, ટેબલ ફેન, તાંબાના બેડા, તાંબાના લોટા, ડિનર સેટ, રસોડાં સેટ અને તમામ ઘર વખરી નો સમાન કરિયાવરમાં આપવામાં આવી હતી સાથે અન્ન દાન આપી સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P