. શ્રી જે બી. શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં ઉચ્ચતર પ્રાથમિક વિભાગના બાળકો માટે ફૂડ કોર્ટ એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું હતું

 મ.લા.ગાંધી ઉ.કે.મંડળ , મોડાસા સંચાલિત શ્રી જે બી. શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં  ઉચ્ચતર પ્રાથમિક વિભાગના બાળકો માટે આજરોજ ફૂડ કોર્ટ એક્ટિવિટી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનનો હેતુ



વિદ્યાર્થીઓ પોતાની જાતે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકે, આત્મનિર્ભર થઈ શકે તેમજ તેમનામાં અભ્યાસ સિવાયની રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે, તેમનામાં  સમૂહ કાર્યની ભાવના નો વિકાસ થાય, વિદ્યાર્થીઓ  ફાસ્ટ ફૂડ થી દુર રહીને સ્વાસ્થ્ય માટે જરૂરી  પોષક તત્વો મળી રહે તેવા આહાર ઉપર વધુ આકર્ષિત થાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિર્ણાયક  તરીકે આર્ટસ કોલેજ મોડાસાના પ્રાધ્યાપક શ્રીમતી પુષ્પાબેન અને સિંગ સાહેબે  સેવાઓ આપી હતી.બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ધોરણ ૬,૭ અને  ૮ ત્રણેય વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું સંચાલન આશિષભાઈ પ્રજાપતિ, વાજીદાખાન , પરેશભાઈ પરમાર તેમજ ધોરણ ૬ થી  ૮ ના તમામ  વર્ગ શિક્ષકોએ  આચાર્ય દિપકભાઈ મોદીના  માર્ગદર્શન હેઠળ સુંદર રીતે કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન  કરવા બદલ મંડળના પ્રભારી મંત્રીશ્રી પરેશભાઈ બી. મહેતા, ડોક્ટર રાકેશભાઈ સી મહેતા. તેમજ મંડળના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વિ.શાહ ( મામા) એ  આચાર્ય શિક્ષકો , ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને હરીફાઈમાં પ્રથમ, દ્વિતીય  અને  તૃતીય નંબર મેળવનાર તમામ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P