જાયન્ટ્સ મોડાસા અને અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ સંયુક્ત પ્રાણી કલ્યાણ પખવાડિયા ઉજવણી અંતર્ગત મોડાસા બહેરા મૂંગા શાળામાં ચિત્ર સ્પર્ધા યોજાઇ*

  વિશ્વમાં ભારત દેશ એ અહિંસામાં માનનાર અને વસુદેવ




કુટુંબવિચારસરણી વાળો દેશ છે આ દેશમાં ધરતીની પૂજા થાય છે નદીની પૂજા થાય છે વૃક્ષની પણ પૂજા થાય છે તેમજ પશુ પક્ષીની પણ પૂજા કરવામાં આવે છે માનવ જીવનમાં પશુ પક્ષી માંથી દૂધ ઈંડા ખોરાક માટે ઉપયોગી થાય છે પરિવહન માટે બળદ, ઘોડા, ઊંટ, ડોલ્ફિન, ખેતી માટે બળદ ઉપયોગમાં આવે છે વૈજ્ઞાનિક મેડિકલ સંશોધન માટે પ્રાણીઓ ઉપયોગમાં આવે છે આપણા સાથીદાર અને વફાદાર કુતરા બિલાડા પણ પાળવામાં આવે છે તેમ છતાં જાણે જાણે પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર ગુજારવામાં આવે છે આ એક વિશ્વભરમાં ગંભીર સમસ્યા જોવા મળે છે જેમકે પ્રાણીઓ પ્રત્યે દુર્વ્યવહાર નિદયૅતા અને અમાનવીય વ્યવહાર કરવો  જેમાં પ્રાણીઓને મારવું, ઈજા પહોંચાડવી, અયોગ્ય રીતે પાલતુ રાખવું તેને યોગ્ય ખોરાક, પાણી કે આશ્રય પૂરું ન પાડવું પ્રાણીઓને મનોરંજન, શિક્ષણ અને વૈજ્ઞાનિક પ્રયોગો માટે દુવ્યૅવહાર કરવો કાયદાનું ઉલ્લંઘન કરી શિકાર કરી વેચવા આવા સમયે જીવ દયા ના કામ કરનારી સરકારી નિગમ સંસ્થા તેમજ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ કેમ્પ,શિબિર, રેલી યોજી બાળકોમાં અને પ્રજામાં પશુ પક્ષી માટે જાગૃતિ લાવવા પ્રયત્ન કરતા હોય છે

      આવો જ એક સુંદર કાર્યક્રમ પ્રાણીઓ પ્રત્યે અત્યાચાર નિવારણ અંતર્ગત મોડાસાની બહેરા મૂંગા શાળાના બાળકો ને પ્રાણીઓનું માનવ જીવનમાં ઉપયોગીતા અને માનવીઓ દ્વારા પ્રાણીઓ પર થતા અત્યાચાર વિષય ઉપર ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી તેમાં મોટી સંખ્યામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો આ બાળકોએ  વિષય ને અનુસરી સુંદર કલરફુલ ચિત્રો દોર્યા હતા આ ચિત્રોને અરવલ્લી જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના અધિકારીશ્રી ડૉ .વસંત પરમાર નિયામક શ્રી નાયબ પશુપાલન અધિકારી,ડૉ નેહલ રાઠોડ પશુ ચિકિત્સા અધિકારી અરવલ્લી જિલ્લા તેમજ જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનની સેવાકીય સંસ્થા જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખ ડૉ પ્રદીપ ખંભોળજા જાયન્ટ્સ ઝોન ડાયરેક્ટર પ્રવીણ પરમાર મંત્રી વિનોદ ભાવસાર દ્વારા ચિત્રોની ચકાસણી કરી બાળકોને પ્રથમ, દ્વિતીય, તૃતીય તેમજ આશ્વાસન અને અધિકારીઓ દ્વારા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે સંસ્થાના વડા પ્રમુખ શ્રી ડૉ.ટી.બી.પટેલ સાહેબ હાજર રહી અધિકારીશ્રીઓને સંસ્થા વિશે માહિતગાર કરી તેમને સન્માનિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સંસ્થાના મહામંત્રી ભાવેશ જયસ્વાલ , પરીનભાઈ જોષી ડ્રોઈંગ શિક્ષણ કનુભાઈ પ્રિયદર્શી દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમમાં શાળા શિક્ષક પરિવાર અને મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા આભાર વિધિ શાળાના આચાર્ય સંદીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P