કૃષ્ણાશ્રમ બોલુન્દ્રા ખાતે જાયન્ટ્સ મોડાસા દ્વારા નેત્ર નિદાન કેમ્પ નું આયોજન*



  ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષ પુરાણી છે હજારો વર્ષથી ભારતની સંસ્કૃતિ સંસ્કૃત ભાષામાં વર્ણેલી છે ભારતના વેદો, પુરાણો, ગીતા, શાસ્ત્રોમાં સંસ્કૃતમાં શ્લોકો આપેલા છે સંસ્કૃત ભાષા એ દેવ ભાષા કહેવાય છે દરેક દેવી દેવતાઓની આરાધના સંસ્કૃત ભાષાના શ્લોકમાં કરવામાં આવે છે એક શતાબ્દી થી પણ વધારે 117 વર્ષથી ચાલતી સંસ્કૃત પાઠશાળા મોડાસા થી શામળાજી જતા બોલુન્દ્રા ગામે ગુરુકુળ સંસ્કૃત પાઠશાળા છે જેમાં ત્યાં જ રહીને કુમારો વૈદિક શાસ્ત્રોક્ત સંસ્કૃત નું જ્ઞાન મેળવી રહ્યા છે બલુન્દ્ર કૃષ્ણાશ્રમ ખાતે સંસ્કૃતનું વૈદિક જ્ઞાન મેળવી રહેલા કુમારો નુ જાયન્ટ્સ મોડાસા પરિવાર તેમજ જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ મેઘરજ ના સહયોગથી નેત્ર નિદાન તેમજ રાહત દરે ચશ્મા વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં કૃષ્ણાશ્રમ બોલુન્દ્રા ગુરુકુળમાં રહેતા સર્વે કુમારો નું નિશુલ્ક નેત્ર નિદાન કરવામાં આવ્યું તેમજ બોલુન્દ્રા અને આજુબાજુના ગામોમાંથી જરૂરિયાતમંદ વ્યક્તિઓ આવી નેત્ર નિદાન કેમ્પ નો લાભ લીધો હતો પ્રસંગે કૃષ્ણાશ્રમ બોલુન્દ્રા  ના ગુરુજી અત્રેય કુમાર અગ્નિહોત્રી અને તેમના ધર્મ પત્ની જાહનવીબેન અગ્નિહોત્રી દ્વારા જાયન્ટ્સ મોડાસા પરીવાર તેમજ ડૉ.બી.પી.બામણીયા નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાયન્ટ્સ મોડાસા ના પ્રમુખ પ્રદીપ ખંભોળજા સહિયર પ્રમુખ અમિતા સોલંકી જાયન્ટ્સ મિત્રો સહિયર બહેનો હાજર રહ્યા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P