શ્રીમતી એમ કે કડકીયા વિદ્યાલય ડુગરવાડા ખાતે નવનિયુક્ત આચાર્ય બેન નું ભવ્ય સ્વાગત કરાયું...
0
ફેબ્રુઆરી 21, 2025

શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય ડુંગરવાડા ખાતે નવનિયુક્ત આચાર્ય શ્રીમતી પલકબેન ઉપાધ્યાયની નિમણૂક થતા બેનશ્રી નું ભવ્ય સ્વાગત શાળામાં કરવામાં આવ્યું હતું. ડુગરવાડા કેળવણી મંડળના સભ્યશ્રીઓ નિવૃત્ત આચાર્ય શ્રી ચેતનભાઇ પટેલ તથા શાળાના આચાર્ય પ્રફુલભાઈ પટેલ શાળાનો સ્ટાફ તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પલકબેન નું ફૂલહાર થી ડ્રમડીલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચીમનભાઈ પટેલ મંત્રી શ્રી બીપીનભાઈ પટેલ સહમંત્રી રજનીભાઈ પટેલ તથા સભ્યશ્રીઓ દ્વારા નવનિયુક્ત આચાર્ય બેનને શાલ ઓઢાડી ફૂલછડી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.