*વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવ્યો.*

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત એલ. જે. ગાંધી બીસીએ કોલેજ, મોડાસાના સંયુક્ત ઉપક્રમે ભાષા મહોત્સવ રાખવામાં આવ્યો હતો.મુખ્ય વક્તા તરીકે અમિત કવિ અને ડોક્ટર સંતોષ દેવકર ઉપસ્થિત રહ્યા હતા. મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પૂર્વ પ્રમુખ નવીનભાઈ મોદી, નવ નિયુક્ત પ્રમુખ મહેન્દ્રભાઈ વિ. શાહ, માનદ મંત્રી આર. પી.શાહ સમય લઈને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના પ્રભારી મંત્રી અને મંડળના ઉપપ્રમુખ પ્રાધ્યાપક એ. જે. મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી.મખ્ય વક્તા અમિત કવિ એ માતૃભાષાનું મહત્વ પોતાની મૌલિક શૈલીમાં સમજાવ્યું હતું. બીસીએ કોલેજના વિદ્યાર્થીઓથી આખો હોલ હકડેઠઠ ભરાયેલો હતો.મ, માટી અને માનુષ તથા મા ,માતૃભૂમિ અને માતૃભાષા અંગે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. અન્ય વક્તા અને શિક્ષણ તજજ્ઞ ડોક્ટર સંતોષ દેવકરે પોતાની આગવી શૈલીમાં વિવિધ ઉદાહરણો દ્વારા શુદ્ધ ગુજરાતી બોલવું જોઈએ તેવી હિમાયત કરી હતી. માતૃભાષામાં બોલવું એ ગૌરવની બાબત ગણાવી જોઈએ.મબાઈલ અને એઆઈના યુગમાં માતૃભાષાને સંસ્કૃતિ સાથે  જોડવાથી સંસ્કાર અને શિક્ષણ ઉજાગર  થતા હોય છે. નો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર રાજેશ વ્યાસે પોતાની માતૃ હિન્દી ભાષામાં સુંદર વક્તવ્ય આપ્યું હતું. પૂર્વ પ્રમુખ નવીનભાઈ મોદીએ ગુજરાતની દરેક કોલેજોમાં ફરજિયાત પણે 50 માર્કસનું પેપર ગુજરાતીનું હોવું જોઈએ તે વિષય પર ભાર મૂક્યો હતો. બી.સી.એ.બાકોરવાળા કોલેજના આચાર્ય ડોક્ટર જયદીપ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ગુ



જરાત સાહિત્ય અકાદમી સમગ્ર ગુજરાતમાં આ પ્રકારના મહોત્સવના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં માતૃભાષા પ્રત્યે પ્રેમ અને સન્માન વધે તેવા પ્રયત્નો દર વર્ષે કરે છે. કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક ઘોરી એ કર્યું હતું. પ્રlધ્યાપક સંજય પટેલે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે બીસીએ કોલેજના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. ઉપસ્થિત સૌ મહેમાનો અને વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P