મ .લા .ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે.બી .શાહ અંગ્રેજી માધ્યમની શાળામાં પ્રાથમિક વિભાગના બાળકો માતૃભાષા નું મહત્વ સમજે તેથી આજરોજ વિશ્વમાતૃભાષા ના દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં આમંત્રિત મહેમાન તરીકે શ્રી બી. ડી. પટેલ ( આચાર્ય બી. એડ. કોલેજ કેમ્પસ) શ્રી પરેશભાઈ બી.મહેતા, (પ્રભારી મંત્રી શ્રી, મ.લા.ગાંધી. ઉ.કે.મંડળ), ડોક્ટર રાકેશભાઈ સી મહેતા , (પ્રભારી મંત્રી શ્રી મ.લા.ગાંધી. ઉ.કે.મંડળ) વગેરે હાજર રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને માતૃભાષા એ આપણી સંસ્કૃતિનું જતન અને ચિંતન કરે છે. વિદ્યાર્થીઓ ભલે અંગ્રેજી માધ્યમમાં ભણતા હોય પરંતુ પોતાની માતૃભાષા ગુજરાતી કદી ભૂલવી જોઈએ નહીં.
માતૃભાષા પોતાની માતા સમાન છે. કવિ નર્મદ, ગુણવંતભાઈ શાહ, વગેરેના ઉદાહરણો આપીને બાળકોની માતૃભાષા આપને મીઠી ભાષા છે તેની ઊંડાણમાં સમજણ આપી હતી. ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં માતૃભાષા વિશે તેમના સહાધ્યાયીઓ ને સમજાવ્યું હતું.મદદનીશ શિક્ષક જીંકલ બેન ઉપાધ્યાયે સમુદ્ર ના મીઠા નું ઉદાહરણ આપીને, પ્રાથમિક વિભાગના આચાર્ય દિપકભાઈ મોદી એ કેટલાક દ્રષ્ટાંતો તેમજ નાની વાર્તા કહીને માતૃ ભાષા કેટલી મીઠી હોય છે એની સમજણ આપી હતી આખા કાર્યક્રમનું સંચાલન તપસ્યાબેન ત્રિવેદીએ પ્રાથમિક વિભાગના આચાર્ય દિપકભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ સુંદર રીતે કર્યું હતું. અંતમાં આભાર વિધિ ધોરણ આઠ ના વિદ્યાર્થીનીએ કરી હતી.
આ કાર્યક્રમના આયોજન બદલ મ.લા. ગાંધી ઉ.કે. મંડળ ના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વી.શાહ ( મામા) એ સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠ્યા હતા.