અરવલ્લી જિલ્લા માં આદિયોગી ભગવાન શિવ ના મહાપર્વ મહાશિવરાત્રી નિમિત્તે મોડાસા મીની ઉમિયા ધામ ખાતે ઉમિયા મંદિર ટ્રસ્ટ અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સંયુક્ત ઉપક્રમે શિવ આરાધના નું આયોજન કરવામાં આવ્યું અને મંદિર ભક્તિ ભાવથી ખીલી ઉઠ્યું હતું. કાર્યક્રમમાં ઉમિયા ધામ ના શાસ્ત્રી વિષ્ણુપ્રસાદ મહારાજ ટ્રસ્ટ પ્રમુખશ્રી દિનેશભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ ,ઉમિયા મંદિરના ટ્રસ્ટીઓ ,સમાજના અગ્રણીઓ અન્ય મહાનુભાવો હાજર રહી કાર્યક્રમની દીપાવ્યો હતો.

