મોડાસાના મુખ્ય બજારમાં 89 પાકી દુકાનોના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર ના હસ્તે ઉદ્ઘાટન કરવામાંઆવ્યું..
0
ફેબ્રુઆરી 26, 2025

મોડાસાના મુખ્ય બજારમાં ૩૮ વર્ષના લાંબા સંઘર્ષ પછી કેબિનધારકોને પાકી દુકાનો મળતા મુખ્ય બજારમાં શુભઅને લાભ કોમ્પલેક્ષમાં રાજ્યકક્ષા મંત્રી ભિખુસિંહ પરમારના વરદ હસ્તે ખુલ્લી મુકવામાં આવેલ આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ અરવલ્લી ભાજપ મહામંત્રી જગદીશ ભાવસાર વનિતાબેન પટેલ પૂર્વ નગર પ્રમુખ જલ્પાબેન ભાવસાર નીતાબેન ભાવસાર સહિતના ઉપસ્થિત રહેલ કેબીન માલિકો પરિવાર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતા ખુશીનો માહોલ છવાયો હતો આ પ્રસંગે ભવ્ય આતશબાજી અને ગતરાત્રિના આકર્ષક લાઇટિંગ કરીને ખુશી મનાવી હતી દુકાન ધારકોમાં ખુશીનો માહોલ છવાયો હતો નેહરુ માર્ગ એસોસિએશનના પ્રમુખ જાનીમલ ઈસરાની સંજય આર ભાવસાર (લાલો) હોતચંદ કેલાએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી