સરડોઈ બહુચર માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા બહુચર માતાજી નો 39 મો પાટોત્સવ ધામધૂમથી યોજાયો




આજરોજ મહા સુદ પૂનમ ને બુધવાર તા 12/02/2025 ના શુભ દિવસે સરડોઈ શ્રી બહુચર માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી બહુચર માતાજી નો 39 મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમ થી ઉજવવા માં આવ્યોમંદિર પરિસર માં માતાજી ની રાજોપચાર મહા પૂજા નું આયોજન બિનિતા બેન પ્રવીણભાઈ કુસે અને જીગરભાઈ વિનોદભાઈ ત્રિવેદી તેમજ જનકભાઈ ભટ્ટ અને દીપેનભાઈ જોષી ના મુખ્ય યજમાન પદે કરવામાં આવ્યું આ રાજોપચાર પૂજા ના મુખ્ય આચાર્ય શ્રી બીપીનભાઈ શુક્લ હતા.પૂજા ના અંતે મહા પ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ આ કાર્યક્રમ મા ગામ ના મહિલા મંડળ ના બહેનો તેમજ મોટી સંખ્યા માં ગામ ના માઈ ભક્તો તેમજ ટ્રસ્ટી શ્રી ઓ હાજર રહી કાર્યક્રમ નો લ્હાવો લીધો હતો 

આ પૂજા તેમજ મહાપ્રસાદ ના કાર્યક્રમ મા શ્રી બહુચર માતાજી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ચિરાગ ગોસ્વામી,ઉપ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ભાવસાર , શ્રી વિનોદભાઈ ત્રિવેદી તેમજ ગામના અનેક અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મધુભાઈ ડાહ્યાલાલ ત્રિવેદી એ પાટોત્સવ ની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતીઆજ ના આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે મંદિર ના પૂજારી શ્રી દિનેશભાઈ ભગતે ભારે જહેમત ઉઠાવી હતી 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P