મોડાસાના માલપુર રોડ ઉપર જાહેર રોડ પરના તકલાદી કામની પોલ..
0
સપ્ટેમ્બર 11, 2025
સપ્ટેમ્બર 11, 2025
મોડાસા નગરના રહીશો તથા વાહન ચાલકો રોડ અને રસ્તાથી ભારે ત્રાહીમામ પોકારી ગયા છે માલપુર રોડ પર આવેલ સર્કિટ હાઉસ નજીક દાહોદ થી રાધનપુર જઈ રહેલી એસટી બસનું ટાયર ખાડામાં ફસાઈ જતા બસમાં બેઠેલા મુસાફરો એકાએક હેબતાઈ ગયા હતા બસમાંથી મુસાફરોને નીચે ઉતારી સ્થાનિકો તથા મુસાફરોએ મહામહેનતે બસને ખાડામાંથી બહાર કાઢેલ હતી તંત્રની મિલીભગત અને ભ્રષ્ટાચારની નીતિના દાખલા રૂપ પુરાવો બહાર આવ્યો હતો. હવે તો લોકોને રસ્તા પર ચાલતા પણ ડર લાગવા લાગ્યો છે બેદરકાર તંત્ર જાગે કામગીરી હાથ ધરે તેમ લોકોની માગ વ્યાપક બનેલ છે
