એમ કે શાહ લાટીવાળા ડી.એલ.એડ કોલેજ માં કાનૂની શિબિર યોજાઈ
0
ઑગસ્ટ 04, 2025

એમ કે શાહ લાટીવાળા ડી એલ એડ કોલેજ મોડાસામાં આજરોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, તાલુકા કાનૂની સેવા સમિતિ અને સિવિલ કોર્ટ અરવલ્લી કેમ્પસ ના તમામ તાલુકા મથક દ્વારા આયોજિત કાનૂની શિક્ષણ શિબિર યોજવામાં આવી. જેમાં અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ફુલ ટાઈમ સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ શ્રી બી એમ પટેલ સાહેબ તથા શ્રી પી ડી ભરાડા સાહેબ અને લેઉવા ગુણવંત કુમાર સાહેબ અને પેરા લીગલ વોલેન્ટિયર રાધાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મફત અને સક્ષમ કાનૂની સહાય આપણો બંધારણીય અધિકાર છે અને કાનૂની સેવા સત્તા મંડળની યોજના નો લાભ લેવા માટે વિવિધ ઉદાહરણો દ્વારા ખુબજ સુંદર માહિતી રજુ કરી તાલીમાર્થીઓને મોટીવેટ કર્યા હતા. આચાર્ય ગીતાબેન નીનામા ના માર્ગદર્શન હેઠળ અધ્યાપકો અને સ્ટાફ પરિવાર જોડાયા હતા. કાર્યક્રમમાં પ્રભારી મંત્રીશ્રી જયેશ દોશી, આર પી શાહે અને પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમ સંચાલન પ્રા. વ્રજેશ પંડ્યા અને આભાર દર્શન પ્રા. રાજેશ પરમારે કર્યું હતું.