ભારતીય જનતા પાર્ટી અરવલ્લી દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે મોડાસા ખાતે વિસામો ખુલ્લો મુકાયો..
0
ઑગસ્ટ 28, 2025
ઑગસ્ટ 28, 2025
ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લા દ્વારા મોડાસા ખાતે અંબાજી જતા પદયાત્રીઓ માટે સ્વાગત વિલા2 આગળ વિસામાનું ઉદઘાટન આજે અરવલ્લી જિલ્લા પ્રમુખ ભિખાજી ઠાકોરના હસ્તે કરવામાં આવ્યું હતું પદયાત્રીઓને અગવડતા ના પડે તે માટે સતત ચોથા વર્ષે વિસામામા બુંદી ગાંઠીયા ચા નાસ્તો દવાઓ સહીત સેલ્ફી પોઇન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉદ્દઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ ઉપપ્રમુખ અનિલભાઈ પટેલ મોડાસા શહેર પ્રમુખ વિપુલ કડીયા મહામંત્રી કેતન ત્રિવેદી કથન ભાવસાર નગરપાલિકા પ્રમુખ નિરજ શેઠ વનિતાબેન પટેલ જલ્પા ભાવસાર રાજુ સગર વગેરે ઉપસ્થિત રહેલા હતા આ વિસામાનો મોટી સંખ્યામાં અંબાજી જતા પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે
