ભિલોડા તાલુકાના રૂદ્રાલ ગામના સી.આર.પી.એફ જવાન નું ફરજ દરમિયાન


અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના રૂદ્રાલ ગામના મુળ વતની ૩૪ વર્ષીય યુવાન ગાંધીનગરમાં સી.આર.પી.એફ જવાન તરીકે ફરજ બજાવતા હતા.C.R.P.F જવાન નું કોઈ પણ અગમ્ય કારણોસર આકસ્મિક મોત નિપજ્યું હતું.પરીવારજનો સહિત સગાં-સબંધીઓ હૈયાફાટ રૂદન કરતા હતા.C.R.P.F. જવાન ગાંધીનગરમાં સૈનિક તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ કાલીદાસભાઈ ફણેજા (આશરે - ઉંમર - વર્ષ - ૩૪) ખુબ જ નાની ઉંમરમાં શહીદ થયેલ છે.ભિલોડા, શામળાજી, રૂદ્રાલ, ધંબોલીયા પંથકમાં ધેરા શોકનો માહોલ જોવા મળ્યો હતો.જવાનનો પાર્થિવ દેહને તેમના માદરે વતન રૂદ્રાલ ગામમાં ગાર્ડ ઓફ ઓનર આપી, સન્માનભેર સલામી આપી જવાનની અંતિમ સંસ્કાર વિધિ કરાઈ હતી.ભિલોડા તાલુકાના ધંબોલીયા ગામનાધંબોલીયા ગૃપ ગ્રામ પંચાયત ડે. સરપંચ ઈન્દ્રજીતસિંહ રાઠોડ, રૂદ્રાલ, ધંબોલીયા ગામના ગ્રામજનો સહિત રાજકીય, સામાજીક આગેવાનોએ સી.આર.પી.એફ.માં ફરજ બજાવતા આશાસ્પદ શહીદવીર જવાનના પાર્થિવ મૃતદેહને પુષ્પાંજલી, શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.ગાંધીનગરમાં ફરજ બજાવતા સી.આર.પી.એફના શહીદ વીર જવાનના પરિવારજનો હૈયાફાટ રૂદન કરતા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P