*અરવલ્લીમાં તિરંગાના સંગે થનગનાટ, દેશભક્તિનો રંગ જામ્યો**લહેરા દો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની ભવ્ય તૈયારીઓ વચ્ચે અરવલ્લી જિલ્લામાં દેશભક્તિનો રંગ ચઢ્યો છે. સોમવારે સાંજે શ્રી ઉમિયા માતા મંદિર, મોડાસા ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રાયોજાઈ,જેમાં
અરવલ્લીવાસીઓનો અદ્ભુત જુસ્સો અને રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો. આ યાત્રાએ દેશભક્તિના રંગમાં સમગ્ર જિલ્લાને રંગી દીધો, જેમાં હજારો નાગરિકોએ ભાગ લઈને ઐતિહાસિક ક્ષણોની સાક્ષી આપી.આ તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન મંત્રીશ્રી ભિખુસિંહ પરમારે ફ્લેગ ઓફ કરીને કર્યું. તેમની સાથે નગરપાલિકા પ્રમુખશ્રી નીરજ શેઠ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી શેફાલી બરવાલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભાગ લીધો. આ ઉપરાંત, અરવલ્લી જિલ્લા પોલીસ, ટ્રાફિક પોલીસના કર્મચારીઓ, એન.સી.સી. કેડેટ્સ, ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને સંસ્કારી નગરીના દેશપ્રેમી નાગરિકોએ આ યાત્રાને યાદગાર બનાવી.તિરંગા યાત્રા દરમિયાન મોડાસા નગરના રસ્તાઓ ઉપર દેશભક્તિના નારા અને તિરંગાની લહેર સાથે અનોખો થનગનાટ જોવા મળ્યો. યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોના હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો, જે દેશની આન, બાન અને શાનનું પ્રતીક બન્યો. યાત્રામાં સામેલ દરેક વ્યક્તિના ચહેરા પર રાષ્ટ્રભક્તિનો ઉત્સાહ અને ગર્વ સ્પષ્ટ દેખાતો હતો. આ યાત્રાએ નાગરિકોમાં એકતા અને દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરી.તિરંગા યાત્રા દેશની આઝાદીની ગાથા અને શહીદોના બલિદાનનું સન્માન છે. અરવલ્લીના નાગરિકોનો આ ઉત્સાહ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ છે.આ ભવ્ય તિરંગા યાત્રાએ અરવલ્લી જિલ્લામાં દેશભક્તિનો અનોખો રંગ ઉમેર્યો છે. આવા કાર્યક્રમો દેશની નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત કરવાનું કામ કરે છે. આગામી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં પણ અરવલ્લીવાસીઓ આવો જ ઉત્સાહ દર્શાવશે તેવી આશા છે.સાથે જ, સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું, જેમાં સૌએ મળીને જાહેર સ્થળોની સફાઈ કરી. આ કાર્યક્રમે દેશભક્તિ અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરી,