લીંભોઈ ના સુપ્રસિદ્ધ શનિદેવ મંદિરે શનીશ્વરી અમાસે વિશેષ અભિષેક પૂજા યોજાશે
0
ઑગસ્ટ 22, 2025

મોડાસા તાલુકાના લીંભોઈ ગામે આવેલા સુપ્રસિદ્ધ શનિદેવ મંદિરે શનિવારે શનેશ્વરી અ માસ ,શ્રાવણી અમાસ અને પીઠોરી અમાસ ના ત્રિવેણી સંગમ એ વિશેષ અભિષેક પૂજા રાખવામા આવેલ છે. દિવસ દરમિયાન યોજનારા વિવિઘ કાર્યક્રમમાં સવારે અભિષેક પૂજા 9 કલાકથી 11:00 વાગ્યા સુધી અને શનિદેવ ભગવાનનો શણગાર બપોરે ચાર કલાકે કરવામાં આવશે .ત્યારબાદ મહા આરતી સાંજે છ કલાકે કરવામાં આવશે સૌ ભાવિક ભક્તોને આ પૂજા નો લાભ લેવા માટે શ્રી વાળીનાથ હનુમાનજી પંચદેવ એવમ શ્રી શનિદેવ મંદિર કારોબારી સમિતિના ઈશ્વર ભાઈ ત્રિવેદી, મહેશભાઈ પટેલ તથા ડો. ગોપાલભાઈ પટેલ જણાવે છે કે દરેક ભાવિ ભક્તોને શનિદેવ ભગવાનને અભિષેક કરી ગ્રહદોષમાંથી મુક્ત થવા તેમજ દર્શન નો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.