માલપુર તાલુકાના નાથાવાસ પ્રા શાળા તાલુકામાં પ્રથમ જિલ્લામાં દ્વિતીય સ્થાને
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષ સ્થાને અરવલ્લી જિલ્લા સક્ષમશાળા એવોર્ડ વિતરણ કાર્યક્રમ ડો આંબેડકર ભવન ખાતે યોજાઈ ગયો જેમાં દરેક તાલુકામાંથી પ્રથમ અને જિલ્લા કક્ષાએથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ શાળાઓને સક્ષમ શાળા એવોર્ડ થી સન્માનવામાં આવેલ જેમાં પ્રમાણપત્ર શિલ્ડ અને ચેકથી સૌ શાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ માલપુર તાલુકાની નાથાવાસ શાળા તાલુકામાં પ્રથમ અને જિલ્લામાં દ્વિતીય સ્થાને ક્રમાંક પ્રાપ્ત કરી મહાનુભાવોના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરેલ આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયાનજિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવે જિલ્લા શિક્ષણ અધિકારી ઉષાબેન ગામીત સમગ્ર જિલ્લા શિક્ષણ વિભાગનો સ્ટાફ સી.આર.સી બીઆરસી અને બહોળી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહેલા હતા . શાળાના પ્રિન્સિપલ ધર્મેન્દ્ર ત્રિવેદીએ પ્રતિભાવમાં શાળા હજુ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના કરેલ તેઓએ સૌનો આભાર માન્યો હતો એવોર્ડ નોમિનેશન માટે શાળાના મુખ્ય શિક્ષક રમીલાબેન તથા સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ મહેનત કરેલ હતી જિલ્લા શિક્ષણ વિભાગે સૌને શુભેચ્છાઓ પાઠવે હતી