મોડાસા સુરેશભાઈ પોકાર પરિવાર દ્વારા માતા. પિતાના પાર્થિવ શરીર નું મેડિકલ સ્ટુડન્ટ માટે દેહદાન પ્રેરણાદાયક કાર્ય


અરવલ્લી જિલ્લાના મૂળ ધર્મેડા કંપાના પોકાર પરિવાર ના સુરેશભાઈ મેઘજીભાઈ ના માતાનું અવસાન થતાં પરિવારના સદસ્યો દ્વારા દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ કે જ્યાં લોકો દેહ દાન કરતા વિચારતા હોય છે તે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને સારા અભ્યાસ માટે પોકાર પરિવારના ત્રણ ભાઈઓ સુરેશભાઈ નવનીતભાઈ ધર્મેશભાઈ ના માતા ભાણીબેન મેઘજીભાઈ  પટેલ નું અવસાન થતાં દેહ દાન કરવામાં આવ્યું. તેમની માતાની ઉંમર 97 વર્ષની અને એમને કોઈ પણ પ્રકારનો રોગ પણ નહોતું વર્ષ પહેલાં આ જ પરિવારના મોભી મેઘજીભાઈ નું અવસાન થતાં પરિવાર દ્વારા માત પિતા ની મંજૂરી હતી ત્યારે તેમનું પણ દેહદાન કરવામાં આવ્યું તે દાન માટે જાયન્ટ્સ મોડાસાના નવીન પટેલ નિલેશ જોશી પ્રવીણ પરમાર નો સંપર્ક કરતા ઝાયડસ ના કેમ્પસ ડાયરેક્ટર હેતલ બ્રહ્મભટ્ટ દ્વારા માટે એમ્બ્યુલન્સ મોકલી અને તેની વ્યવસ્થા કરવામાં આવી પરિવાર અને સમાજના લોકો દ્વારા ભાણી બા ને ફુલહાર રામધૂન સાથે વિદાય આપવામાં આવી આ પરિવારના લોકોના પ્રેરણાદાયક કાર્યની કાર્યના કારણે આવનારી મેડિકલ પેઢી આમાંથી નવું નવું શીખશે અને સમાજ ઉપયોગી બનશે તેવું સામાજિક કાર્યકર નિલેશ જોષી એ જણાવ્યું હતું અને આવા કાર્ય માટે પરિવારને ધન્યવાદ આપ્યા હતા સદગતના આત્માને શાંતિ મળે તે માટે  હાજર સૌએ માઉન્ટ પાડી અને રામધુન કરી હતી સમાજ અને જાયન્ટ્સના પ્રમુખ પ્રદીપ ખંભોળજા મંત્રી વિનોદ ભાવસાર કલ્પેશ પંડ્યા અને સભ્યો હાજર રહ્યા હતા

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P