સ્વતંત્રતા દિવસ-2025 ના દિવસે ગુજરાત ના અધ્યાપક મનોજ ગોંગીવાલાને વિવિધ સંસ્થાઓ એ તેમના સેવા કાર્યો ને બિરદાવવા આમંત્રિત કર્યા
0
ઑગસ્ટ 09, 2025

શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી મૂળ નિવાસી કિલ્લા પારનેરા વલસાડ ના વતની ને દર વર્ષે યોજાતા આઈ કેન ફાઉન્ડેશન નીતિ આયોગ એમ એસ એમ ઈ - ગવર્મેન્ટ એકમ વિશ્વ માનવ એકતા દિવસ ના ઉપલક્ષ્ય મા હુમેનીટેરિયન એક્સેલન્સ એવોર્ડ HEA દિલ્હી, ઇન્ટરનેશનલ બેલેવોલેન્ટ રિસર્ચ ફાઉન્ડેશન IBRF, પ્રાઈડ ઓફ ભારત એવોર્ડ PBA જયપુર થી માનવીય સેવા કાર્યો માટે સન્માન પત્ર પારિતોષિક થી નવાજવા આમંત્રણ આપવામાં આવ્યું છે.અધ્યાપક શ્રી એ માનવતાને જીવંત રાખે તેવા અસંખ્ય પરોપકારી સેવા કાર્યો મા માતૃ શ્રી રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, વાત્સલ્યમૂર્તિ રાજમાતા મીનળદેવી ગર્લ્સ સ્ટે હોમ ના નામકરણ માટે મોડાસા અરવલ્લી ખાતે આર્થિક યોગદાન આપેલ છે. રાજ્ય અને રાજ્ય બહાર વિવિધ શાળા ઓ મા કલાકો ના પ્રેરક વ્યાખ્યાનો જરૂરિયાત મંદ માટે ગણવેશ જેકેટ્સ વસ્ત્રો, કુપોષણ ને નાથવા ના પ્રયાસ રૂપે તેતાલીસ લાખ ગ્લુકોઝ બિસ્કીટ્સ પાર્લે જી પર્યાવરણની જાળવણી માટે શાળા મા હજારો વૃક્ષોનું સમર્પણ વગેરે વિવિધ મુહિમો માટે પોતાના સમયે સ્વખર્ચે અઢી હજાર જેટલા કાર્યક્રમો ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી કરી અવિરત સેવારત અધ્યાપકશ્રી એ સમર્પિત કરેલ સમય શક્તિ આર્થિક યોગદાન ને બિરદાવવા અગ્રણીઓ ની હાજરી મા સન્માનવા આમંત્રિત કર્યા.ભારત ના દરેક રાજ્યો માંથી સંસ્થા તેમજ વ્યક્તિગત શ્રેણીમાં વિવિધ વ્યક્તિ _ સંસ્થા જે પૈકી ગુજરાત માંથી ડૉ. મનોજ ગોંગીવાલા ની પસંદગી થવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી. શાહ તેમજ માહ્યાવંશી સમાજ ગુજરાત નું ગૌરવ વધારવા બદલ આનંદીત છે.