અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટચાર અજગરી ભરડામાં સપડાયો હોવના અનેક પુરાવા સામે આવતા હોય છે.ત્યારે બધું ભ્રષ્ટાચારના પુરાવો ચર્ચાનો વિષય બન્યો છે.અરવલ્લી જિલ્લા સંકલિત બાળ વિકાસ યોજના શાખાના,બાયડ CDPO કચેરીના બે જુનિયર ક્લાર્કને જાગૃત અરજદાર પાસેથી લાંચ સ્વીકારવાના આરોપમાં આર.એમ એસોસીએટ નામની એજન્સીએ ફરજ મુક્ત કર્યા હોવાનો વાયરલ પત્ર સામે આવ્યો છે.એજન્સી દ્વારા પત્રમાં મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે કે,અમને એવું જાણવા મળ્યું છે,અને પુષ્ટિ મળી છે કે તમે લાંચ સ્વીકારવામાં સામેલ હતા,જે અમારી કંપની ની આચારસંહિતા અને નૈતિક નીતિનું ગંભીર ઉલ્લંઘન છે. આવું વર્તન માત્ર ગેરકાયદેસર નથી પણ અમારી સંસ્થાની પ્રામાણિકતા અને પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચાડે છે. તેથી તમારી નોકરીમાંથી કાઢી મૂકવી એ કંપનીના શ્રેષ્ઠ હિતમાં છે.સાથે તમારા રોજગારનો છેલ્લો દિવસ 17 જુલાઈ 2025 હતો.અરવલ્લી જિલ્લામાં માત્ર નાના કર્મચારીઓ ભ્રષ્ટાચારનો ભોગ બને છે.જેમના પર લાખ્ખોના ઉઘરાણાના આક્ષેપો થાય છે એવા ભ્રષ્ટાચારીઓને છાવરવામાં આવતા હોવાના પણ આક્ષેપોની ફરિયાદો ઉઠતી આવી છે.પરંતુ નાના કર્મચારીઓ સામે જ કાર્યવાહી તંત્રની નીતિ રહી છે? ICDS વિભાગની કચેરીઓમાં તાજેતરમાં ખાલી પડેલી જગ્યાઓની ભરતી માટે અધિકારીઓ અને એજન્સીઓની મિલિભગત થી ભરતીના નીતિ નિયમો નેવે મૂકાયા છે,માત્ર તેમના માળતીયા ઓ ને સીધો નિમણૂક પત્ર આપી ભરતી કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે.અરવલ્લી જિલ્લાના ઉચ્ય અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો ગેરરીતિ સામે આવી શકે છે.