મોડાસાની ધી યમુના બચત ધિરાણ મંદિર લિ ની દશાબ્દી વર્ષ નિમિત્તે પંચામૃત યોજના દ્વારા ટાઉનહોલ ચાર રસ્તા ખાતે શ્રમજીવીઓને અલ્પાહાર આપવામાં આવ્યો જેનો કુલ 200 સભ્યોએ લાભ લીધો હતો.
ડોદશરથભાઈ મહેશ્વરી તરફથી આ અલ્પાહાર મીઠાઈ પૂરી શાક આપવામાં આવ્યો જ્યારે સર પીટી સાયન્સ કોલેજના પ્રોફેસર ડો મનોજ ગોંગીવાલા તરફથી પારલે જી બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું કેળા અને ફ્રુટ શ્રાવણ માસ સુધી દિલીપ પટેલ ( વિવંતા બંગ્લોઝ) તરફથી આપવામાં આવશે સૌએ આ સેવાકીય કાર્યને આવકારી પ્રશંસા કરેલ હતી.