શ્રી પંચદેવ મંદિર, બાયલ ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ભવ્યાતિભવ્ય ઉજવાશે.*


મોડાસા તાલુકા ના બાયલ ગામે શ્રી પંચદેવ મંદિર ખાતે પરંપરાગત સદંતર રીતે ગુરૂપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. મંદિર ના આદ્યસ્થાપક અને ભગવાન શ્રી રામદેવજી મહારાજ ના ઉપાસક બ્રહ્મલીન સદ્દગુરુ મહંત શિરોમણી ચંદ્રવદન વ્યાસ બાવજી ના બ્રહ્મલીન થયા બાદ બીજો ગુરૂપૂર્ણિમા ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે. જેમાં તેમના હજારો શિષ્યો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી ગુરૂ - શિષ્ય ના આ અનેરા ઉત્સવ ને ઉજવશે. કાર્યક્રમસૂચી મુજબ, સવારે ૧૦.૦૦ કલાકે રામદેવજી મહારાજ નો જ્યોત પાટ પ્રકાશ, ૧૦.૩૦ કલાકે ગુરૂગાદી પૂજન તેમજ પૂ. મહેશભાઈ વ્યાસ ના સાનિધ્ય માં આશિર્વચન અને. ૧૧.૩૦ કલાકે મહાઆરતી અને ૧૨.૦૦ કલાકે થી મહાપ્રસાદી નું આયોજન કરેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P