મોડાસા જાયન્ટ્સ સહિયર દ્વારા ગૌરીવ્રતની બાળાઓને ઓધારી મંદિર પરિસરમાં ફ્રુટ વિતરણ કરાયુ
0
જુલાઈ 09, 2025

મોડાસાના ઓધારી મંદિર પરિસરમાં કુવારી દીકરીઓ આદર્શ પતિ તથા પરિવારજનોની સુખાકારી માટે ગૌરીવ્રત રાખી પૂજન વિધિ કરવા આવતી હોય છે શાસ્ત્રી અતુલ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરાવાતી હોય છે આજે ત્રીજા દિવસે મોડાસા જાયન્ટ્સ સહિયર ના પ્રમુખ અમિતા સોલંકીની આગેવાની હેઠળ છાયા સોની નયના ખંભોળજા દક્ષા ભાવસારે ગૌરીવ્રત રાખતી બાળાઓને કંકુચોખાથી તિલક કરી આશીર્વાદ આપી ફ્રુટનું વિતરણ કરેલ હતું આ નિમિત્તે મોટી સંખ્યામાં બાળાઓ ઉપસ્થિત રહેલ હતી ઓધારી મંદિરના પૂજારી અતુલ જોશીએ ગૌરી વ્રત નિમિત્તે મંદિર પરિસરમાં સુંદર વ્યવસ્થા કરી હતી મંદિર પરિસર ભક્તિમય બની રહ્યું હતું.