શ્રી કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા દ્વારા સેવાકીય સંસ્થાઓને આર્થિક યોગદાન આપવામાં આવ્યું...


કટલરી કરિયાણા મર્ચન્ટ એસોસિએશન મોડાસા તેના સુવર્ણ જયંતી મહોત્સવ ની પૂર્ણાહૂતિ માં મોડાસા નગરની સેવાકીય સંસ્થા આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ ને રૂપિયા 21000  તથા મોહસીને આઝમ મિશન સંચાલિત અશરફી ટિફિન સર્વિસ ને રૂપિયા 21000 નો ચેક અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે એસોસિએશનના સિનિયર અને આદરણીય  શ્રી ક. ક.મ સહ. શરાફી મંડળી ના ચેરમેન શ્રી પંકજભાઈ બુટાલા, સલાહકાર સલીમભાઈ દાદુ, એસોસિએશન સુવર્ણ જયંતીના પ્રમુખ રમણભાઈ પ્રજાપતિ, સુવર્ણ જયંતિ મંત્રી મુકુન્દ શાહ, તથા એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.સુવર્ણ જયંતિ ની પૂર્ણાહૂતિ માં મોડાસા નગર ની વિવિધ સંસ્થાઓને દરેકને ₹21,000 નું દાન એસોસીએશનના ભંડોળમાંથી આપવાનું નકકી થયેલ તેમાં થી બીજી અને ત્રીજી સંસ્થા ને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P