આદર્શ ટ્રસ્ટ સંચાલિત તપસ્યા સંસ્થા દિવ્યાંગો અને વૃદ્ધજનો માટે ક્ષતિ નિવારણનો અભિયાનનું શુભારંભ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે થયો જેમાં સરસ્વતી બાલ મંદિર મોડાસા ખાતે સંવેદના સભર મહેમાનોની ઉપસ્થિતિમાં અને અમદાવાદના ખ્યાતનામ ઓડિયોલોજીસ્ટ દ્વારા શ્રવણની ક્ષતિ અને કાનની તકલીફ ધરાવતા દિવ્યાંગ બાળકોને વૃદ્ધજનો માટે તબીબી પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વન પ્રિયાબેન પટેલ ના સહયોગથી દિવ્યાંગ બાળકો અને લકવા ગ્રસ્ત વ્યક્તિઓ અને વૃદ્ધો માટે ના આ સાર્વત્રિક સેવા યજ્ઞ અભિયાનનો પ્રારંભ સંવેદના સાથે જરૂરિયાત મંદ દર્દીઓની સેવા માંટે આજના આ નાના પણ સંવેદનશીલ કાર્યક્રમમાં અમદાવાદના આરોગ્ય ક્ષેત્ર નાતજજ્ઞ વર્ષાબેન ઉપસ્થિત રહ્યા. દિવ્યાંગ બાળકો માટે સ્પીચ થેરાપી જેવી તબીબી સેવાઓ પણ આ સંસ્થા દ્વારા સ્થાપિત કરવામાં આવશે આજના કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને વૃદ્ધ તમામ કે જેમને શ્રવણની ક્ષતિ છે તે તમામ શતિગ્રસ્ત અને વૃદ્ધો માટે તબીબી પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી નિલેશભાઈ જોશી મહંત શ્રી બાલકદાસજી અને વિનોદભાઈ ભાવસાર ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિવ્યાંગોના કોર્ડીનેટર અમિતભાઈ કવિ દ્વારા કરવામાં આવ્યું.