મોડાસામાં આગામી તારીખ 7 જૂન ના રોજ મુસ્લિમોનો બકરા ઈદ અને હિન્દુનો રથયાત્રાનો તહેવાર આવે છે તે અનુસંધાનમાંઅરવલ્લીજિલ્લાએએસપી સંજયભાઈ કેશવાલા
ના અધ્યક્ષ સ્થાને અને મોડાસા ટાઉનપી.આઈ એ. બી ચૌધરી તેમજ પીએસઆઇ ની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શાંતિ સમિતિની બેઠકમાં પોલીસ તરફથી ખાસ સૂચના આપવામાં આવી હતી કે ગાય કે ગાયના વંશજો ની કોઈપણ વ્યક્તિ દ્વારા કતલ કરવામાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ગાયના નામે વાહનો રોકીને માર ઝુડ કરતા તત્વોને પણ આ સૂચના આપવામાં આવી છે કે આવી કોઈ હરકત કરશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશેપશુ ભરીને જતા વાહનોને ચેકિંગ કરવાની જવાબદારી પોલીસની છેતેમજ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ ધર્મની લાગણી દુભાય તેવું કોઈ કૃત્ય કરવા નું નથીશાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા સમિતિના પ્રમુખ ભરતભાઈ ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા