અરવલ્લી જિલ્લા સ્વદેશી જાગરણ મંચ દ્વારા રથયાત્રા નાં પવિત્ર દિવસે જાગૃતિ અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો,
0
જૂન 27, 2025

મોડાસા ટાઉન હોલ ખાતેથી કરાયેલા પ્રારંભ વખતે સ્વાદેશી જાગરણ મંચ અરવલ્લી જિલ્લા નાં સંયોજક ડૉ. મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઓનલાઇન ખરીદી ની આદત છોડી આપણી આસપાસ નાં વેપારી પાસેથી જ નાની મોટી વસ્તુ ખરીદવા નો આગ્રહ રાખી સ્થાનિક અર્થ વ્યવસ્થા ને મજબૂત બનાવવા સ્વદેશી વસ્તુઓ ખરીદવા પ્રેરાઈશું તો આપણા ગામ, શહેર, રાજ્ય અને દેશ ને સમૃદ્વ, સ્વાવલંબી અને સક્ષમ બનાવી શકીશું.આ પ્રસંગે સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી ની સમગ્ર ટીમનાં ડૉ, જયશ્રી પટેલ, વરિષ્ઠ અને સમર્પિત મોહનભાઇ પટેલ, ડૉ. મનન દેવકર સહીત હોદ્દેદારો અને કાર્યકરો એ વેપારીઓ ની રૂબરૂ મુલાકાત લઈ દુકાને દુકાને પેમ્પલેટ વિતરણ અને સ્ટીકર લગાવ્યા હતા.