મોડાસા જીતપુર ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણીમાં રાજ્યકક્ષાના મંત્રીના પુત્ર કિરણસિંહ પરમારની હાર મંગળસિંહ પરમારે 623 મતની લીડ મેળવી જીત હાંસલ કરી


 આજે રાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે ત્યારબાદ આ ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે જીતપુર ગ્રામ પંચાયત બેઠક પર રાજ્યના કેબિનેટ મંત્રી ભીખુસીહ પરમારના પુત્ર કિરણસિંહ પરમાર ની કારમી હાર થઈ છે 

અરવલ્લી  જિલ્લાના મોડાસામાં રાજ્યકક્ષાના મંત્રી અને ભાજપના ધારાસભ્ય ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ પરમારને પોતાના જ વિસ્તારમાં મોટો રાજકીય ફટકો પડ્યો છે કિરણસિંહ પરમારએ જીતપુર ગ્રામ પંચાયતના સરપંચ પદે ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડયો છે વિજેતા ઉમેદવાર મંગળસિંહ જી પરમારે 1374 મત મેળવીને કિરણસિંહ પરમારને પરાજિત કર્યા છે જેમને માત્ર 751 મત મળ્યા હતા આ પરિણામથી ભાજપના સ્થિર ગઢ ગણાતા વિસ્તારોમાં હવે  પરિવર્તનનો સંકેત મળી રહ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 વર્ષથી કિરણસિંહના પિતા ભીખુસીહ પરમારનો  આ વિસ્તારમાં રાજકીય દબદબો હતો ત્યારે જીતપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં માત્ર કિરણસિંહ  જ નહીં પરંતુ તેમની આખી પેનલને પણ હારનો સામનો કરવો પડયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P