અરવલ્લી જીલ્લા સહિત ભિલોડા તાલુકાનું ગૌરવ વધાર્યું


ખનક ઈન્સ્ટિટ્યૂટ ફોર પર્ફોર્મિંગ આર્ટસ - KIPA દ્વારા નૃત્ય સાધિકા કું. ક્રિશા રાવલ, કે જેઓ મુળ ભિલોડા ગામના વતની અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ડો. હાર્દિકકુમાર કનૈયાલાલ રાવલની દીકરી નું આરંગેત્રમ ગઈ 23મી મે એ ટાગોર હોલમાં રજુ થયું હતું.KIPA ની તેજસ્વી દિકરી એ ભરતનાટ્યમ નૃત્યની તાલીમ અને સાધના ખુશ્બુ શુક્લ ના માર્ગદર્શન હેઠળ લીધી છે.KIPA ના સ્થાપક કુલદીપ શુક્લ ના અમુલ્ય સાથ સહકાર અને માર્ગદર્શન એ દિકરીને પ્રોત્સાહન પુરૂં પાડ્યું.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરતભાઈ પંડ્યા (પ્રદેશ અગ્રણી, ભાજપા), ડો. અવનીબેન શાહ (ડીન, ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ, GLS - યુનિવર્સિટી), જીતેન્દ્ર કલાવાડિયા (મેનેજિંગ ડિરેક્ટર, FMCT કેમ્પસ, ધોળકા) એ વિશેષ હાજરી આપી હતી. તેમનું સંગીત જયન નાયર અને સમગ્ર ટીમ દ્વારા અપાયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
P